Gujarati | ગુજરાતી
સાંઈ તમારું સુરાજ્ય આવે
શ્રી સત્ય સાંઈબાબાનાં ‘પુન:આગમન’ની શક્યતા પર વિચારણા
લેખક(અંગ્રેજી)
શ્રીજીત નારાયણ
ગુજરાતી અનુવાદ
આ પુસ્તક મારા દિવ્ય પ્રભુ શ્રી સત્યસાંઈબાબાના દિવ્ય ચરણારવિંદમાં એક વિનમ્ર અર્પણ છે.
વાચકોને મારાં પ્રેમપૂર્વક સાંઈરામ!
કૃપા કરીને ધ્યાનમાં રાખો કે આ પુસ્તક ભગવાન શ્રી સાંઈબાબાનાં ભક્તો માટે જ છે. અને વાચકો પહેલેથી જ વિગતપૂર્વક શ્રી સત્ય સાંઈ અવતાર વિષે જાણે જ છે. આ પુસ્તકમાં જે દૃષ્ટિબિંદુથી વિચારો વ્યક્ત કર્યા છે તે તદ્દન વ્યક્તિગત જ છે. કોઈ સંસ્થા કે ગ્રુપનાં વિચારો પ્રતિબિંબિત કર્યાં નથી જ.
શું સ્વામી ”પાછા” આવશે ?
હા, આ બાબતે મને રજમાત્ર શંકા નથી ! આપણ સૌ ભક્તોને સ્વામી પછી, ભવિષ્યમાં પ્રેમસાંઈ અવતાર આવશે જ તેવી શ્રદ્ધા છે. પણ હું જે “પાછા આવશે” ની વાત કરું છું તે સ્વામીનાં તે જ શરીરમાં - શ્રી સત્ય સાંઈબાબાનાં ભૌતિક સ્વરૂપમાં આવશે તે વિષે છે.
હું કેમ આવું વિચારું છું ?
સ્વામીના શબ્દો કદીય નકામા કે નિષ્ફળ જતા જ નથી. તેમણે જે કાંઈ કહ્યું છે તે થઈને જ રહેશે ! આ એક વખત નક્કી જ થઈ ગયા પછી બીજું બધું જ ગૌણ બની જાય છે, મહત્ત્વ હીન બની જાય છે. આવતાં બધાં પ્રકરણોમાં તમે વાંચશો ને સ્વામીનાં દિવ્ય વચનો વાંચશો કે તેઓ સ્પષ્ટ સંકેત આપે છે કે તેમનું અંતિમ અદૃશ્ય થવું - તે સમય હજી થયો નથી. તમે એ પણ જોશો કે સ્વામીની યોજનાઓમાં કોઈ પરિવર્તન કેમ નહીં થઈ શકે ! જ્યાંસુધી મારી વાત છે, કે તેઓ જરૂર પાછા આવશે જ ! તેમનું પુનરાગમન થશે જ !! સ્વામીએ પોતે પણ પોતાનાં પુનરાગમનનાં અવશ્ય –ભાવિ માટે થોડા ખૂબ જ વિસ્મય ભરેલા સંકેતો આપ્યા છે. અને થોડાં વિશિષ્ટ ધાર્મિક ગ્રંથોમાં સ્વામી સંબંધી થોડી અકલ્પનીય - મનને ભરમાવી દે તેવી આગાહીઓ છે કે જે તેમનાં ’પુનરાગમન’ ભાવિ ભાખે છે. મહેરબાની કરીને આગળ વાંચો....
આ પુસ્તક વિશે જો તમારે કોઈપણ વિચારો કે પ્રશ્નો કે કાંઈપણ કહેવું હોય તો લેખકને ઈ-મેઇલ snarayan[at]saikingdom.com દ્વારા કે લેખકને વેબસાઈટ www.saikingdom.com/opinions/guest-book દ્વારા કરી શકશો.
Important Note: This book is on PDF format. You would need Adobe Acrobat PDF reader to read it. If you are not able to read this book, then most certainly you may need to install the latest version of Adobe Acrobat Reader software that you can download from Adobe's web site - http://get.adobe.com/reader/
Comments
મને આ પુસ્તક "સાંઈ તમારું સુરાજ્ય આવે!" વાંચવાની ખૂબ ઈચ્છા છે. પ્લીઝ, મને આ પુસ્તક મોકલો. તે PDFમાં હોય તો તેની કોઈ અડચણ મને નથી.